પરંપરાગત બેઠા ગરબા નો નવતર પ્રયોગ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હોમસાયન્સ ભવન ખાતે નવરાત્રી ઉજવણી અંતર્ગત પરંપરાગત બેઠા ગરબા નો નવતર પ્રયોગ ભવનના અધ્યક્ષ ડૉ એચ.ડી.જોષીના માર્ગદર્શનમાં ડૉ. રેખાબા જાડેજા તેમજ ભવનના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ,વિધાર્થીઓ સહિત નો ડીજીટલ કોન્સેપ્ટ અને યુનિવર્સીટી ભવનની ઉચ્ચઅભ્યાસ કરતી વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રની ભાતીગત સંસ્કૃતિ એવા બેઠા ગરબાનું ગાયન અને વાદન શીખે તેમજ કાયમ માટે પ્રેકટીશમાં રાખે તેવા હેતુસર આ નવતર પ્રયોગ “ બેઠા ગરબા “ નું સફળ આયોજન કરેલ જેમાં ભવનની દરેક વિધાર્થીનીઓ એ ઉત્સાહ ભરે ભાગ લીધેલ તેમજ શ્રેયા,સર્વાંગી,રિયા,કૃપાલી, વગેરે દીકરીઓએ જણાવ્યું કે આ આયોજન થી અમે અલગ એવો  અદભુત આધ્યાત્મિક અનુભવ કર્યો જે અમને જીવનમાં કાયમ યાદ રહેશે. અને આપડી સંસ્કૃતિ પરંપરા જાળવશું


Published by: Department of Home Science

24-09-2025